Tag Archives: CWG

કોમન વેલ્થ ગેમ-૨૦૧૦:સમાપન


કોમન વેલ્થ ગેમમાં ભારતે ૧૦૧ મેડલ્સ સાથે ભારતીયોની આબરુને રમતવીરોએ સાચવી લીધી , ગગન નારંગ, શુશીલ કુમાર, વિજેન્દર કુમાર , સાઈના નેહવાલ, સરદાર સિંઘ , ભરત તિર્કી, સંદીપ સિંઘ   વિગેરે ખેલાડીઓએ મુશ્કેલીના સમયમાં જે  હિમત બતાવી તે માટે ; નર્વસ થયા વિના પોતાનું લક્ષ્ય પ્રત્યે જે મરણીયા પ્રયાસો  કર્યા તે માટેજ ૨૦૧૦ નો આ દિલ્હી કોમન વેલ્થ ગેમ ઇતિહાસના સોનેરી અક્ષરોમાં  લખાઈ ગયો છે. ઓપનીગ સેરેમની તથા તા. ૧૪-૧૦-૨૦૧૦ ના પુર્ણાહુતી કાર્યક્રમ દરમ્યાન થયેલ કાર્યક્રમો તથા તેના વચ્ચે  રમાયેલ અલગ-અલગ રમતોમાં જે રોમાંચ પેદા થયેલ તે ચીરકાળ સુધી લોકમાનસ પર યાદી રૂપે બની રહેશે. ૨૦૧૦ માં સ્કોટલેન્ડમાં આનાથી વધુ સારું પ્રદર્શન ભારતીય રમતવીરો કરી બતાવશે તેવી અભ્યર્થના સહ …જયહિન્દ

દેશ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ કુલ
ઓસ્ટ્રેલિયા ૭૪ ૫૪ ૪૮ ૧૭૬
ભારત ૩૮ ૨૭ ૩૬ ૧૦૧
ઇંગ્લેન્ડ ૩૭ ૫૯ ૪૬ ૧૪૨
કેનેડા ૨૬ ૧૭ ૩૨ ૭૫
દ.આફ્રિકા ૧૨ ૧૧ ૧૦ ૩૩
કેન્યા ૧૨ ૧૧ ૩૨
મલેશિયા ૧૨ ૧૦ ૧૪ ૩૬
સિંગાપુર ૧૧ ૧૧ ૩૧
નાઇજિરિયા ૧૧ ૧૦ ૧૪ ૩૫
સ્કોટલેન્ડ ૧૦ ૨૬
ન્યૂઝીલેન્ડ ૨૨ ૩૫
સાયપ્રસ ૧૧
નોર્થન આયર્લેન્ડ ૧૦
સમોઆ
વેલ્સ ૧૦ ૧૯
જમૈકા
પાકિસ્તાન
યુગાન્ડા
બહમાસ
શ્રીલંકા
નૈરૂ
બોત્સાવના
કેમેન આઇલેન્ડ
સેન્ટ વિન્સેન્ટ
ત્રિનિદાદ
કેમરૃન
ભારતના ગોલ્ડમેડલ વિજેતા

શૂટિંગ

એથ્લેટ ઇવેન્ટ
ગગન નારંગ-અભિનવ બિન્દ્રા મેન્સ ૧૦ મીટર એર રાઇફલ (પેયર્સ)
અનિસા સૈયદ-રાહિ સર્નોબાત વિમેન્સ ૨૫ મીટર પિસ્તોલ (પેયર્સ)
અનિસા સૈયદ વિમેન્સ ૨૫ મીટર
ઓમકારસિંઘ મેન્સ ૫૦ મીટર પિસ્તોલ
ગગન નારંગ મેન્સ ૧૦ મીટર એર રાઇફલ
વિજયકુમાર-ગુરપ્રિતસિંઘ મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર (પેયર્સ)
ઓમકારસિંઘ–ગુરપ્રિતસિંઘ મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ (પેયર્સ)
ઓમકારસિંઘ મેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ
ગગન નારંગ-ઇમરાન હસન મેન્સ ૫૦ મીટર એર રાઇફલ (પેયર્સ)
વિજયકુમાર મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર
વિજયકુમાર-હરપ્રીતસિંઘ મેન્સ ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ (પેયર્સ)
ગગન નારંગ મેન્સ ૫૦ મીટર રાઇફલ થ્રી
હરપ્રીતસિંઘ મેન્સ ૨૫ મીટર સેન્ટર ફાયર પિસ્તોલ
હિના સિદ્ધુ-અનુરાજસિંહ વિમેન્સ ૧૦ મીટર પિસ્તોલ(પેયર્સ)

 

રેસલિંગ

રવિન્દ્રસિંઘ મેન્સ ગ્રીકો રોમન ૬૦ કિગ્રા

અનિલકુમાર     મેન્સ ગ્રીકો રોમન      ૯૬ કિગ્રા

સંજયકુમાર મેન્સ ગ્રીકો રોમન ૭૪ કિગ્રા

રાજેન્દ્રકુમાર મેન્સ ગ્રીકો રોમન ૫૫ કિગ્રા

ગીતાસિંઘ ફોગટ વિમેન્સ ફ્રી સ્ટાઇલ ૫૫ કિગ્રા

અલ્કા તોમર     વિમેન્સ ફ્રી સ્ટાઇલ ૫૫ કિગ્રા

અનિતા તોમર   વિમેન્સ ફ્રી સ્ટાઇલ ૬૭ કિગ્રા

નરસિંઘ યાદવ   મેન્સ ફ્રી સ્ટાઇલ ૭૪ કિગ્રા

યોગેશ્વર દત્ત     મેન્સ ફ્રી સ્ટાઇલ ૬૦ કિગ્રા

સુશીલ કુમાર    મેન્સ ફ્રી સ્ટાઈલ ૬૬ કિગ્રા

 

તીરંદાજી

દીપિકા કુમારી-ડોલા બેનરજી-બોમ્બાલ્યા દેવી વિમેસ રિકર્વ ટીમ

દીપિકા કુમારી   વિમેન્સ રિકર્વ ઈન્ડીવિડયુઅલ

રાહુલ બેનરજી   મેન્સ રિકર્વ ઈન્ડીવિડયુઅલ

બોક્સિંગ

સૂરંજયસિંઘ      મેન્સ ફ્લાઈવેટ ૫૨ કિગ્રા

મનોજકુમાર      મેન્સ લાઈટ વેલ્ટરવેઈટ ૬૪ કિગ્રા

પરમજિત સમોટા      મેન્સ લાઈટ સુપરહેવિવેઈટ  ૯૧ કિગ્રા

 

એથ્લેટિક

મનજિત કૌર-સિની જોસ-અશ્વિની-મનદીપ કૌર      વિમેન્સ ૪-૪૦૦ રીલે

ક્રિષ્ના પૂનિયા    વિમેન્સ ડિસ્કસ થ્રો

 

વેઈટલિફ્ટિંગ

રેણુબાલા ચાનુ   વિમેન્સ ૫૮ કિગ્રા

રવિ કુમાર મેન્સ ૬૯ કિગ્રા

 

બેડમિન્ટન

અશ્વિની પોનપ્પા-જ્વાલા ગુટ્ટા     વિમેન્સ ડબલ્સ

સાયના નેહવાલ વિમેન્સ સિંગલ્સ

 

ટેનિસ

સોમદેવ દેવવર્મન     મેન્સ સિંગલ્સ

 

ટેબલ-ટેનિસ

શરથ કમલ-શુભાજિતસાહા  મેન્સ ડબલ્સ

(આકડાકીય માહિતી સૌજન્ય : સંદેશ દૈનિક)

Advertisements

લાજ્યા તો નહી પણ ગાજ્યા.


કોમન વેલ્થ ગેમ -ને કેમ દર્શકો નથી મળતાં ? મિડીયાને પણ એની ચર્ચામાં રસ નથી , લોકોને તો માત્ર કલમાડી આણી કંપનીના ગોટાળાજ કર્યા છે, એની ખબર છે, મફતના ભાવમાં મળતી ટીકિટો કોઇ કેમ લેતુ નથી ? છીછરા માણસોના હાથમા આ સમગ્ર આયોજન છે, છેલ્લી ઘડીએ પી.એમ.ઓ. દ્વારા સમગ્ર સંચાલન લૈઇ લેવાતા તમામ ખર્ચાઓ એળે જતા બચ્યા…રામ રાખે એને કોણ ચાખે ??? જાણકારોનું માનીને  ડૉ.મનમોહન સરકારે અધ્ધવચ્ચેથી કલમાડીને દૂર ન કરીને એક પરિપક્વ પગલું ભર્યુ…આ સંજોગો જો કલમાડીને હટાવવામાં આવ્યા હોતતો અનેક નવા વિવાદોને જન્મ મળત …કલમાડી આ બાબત હજી સુધી સમજ્યા નથી જો સમજ્યા હોતતો ઓપનીંગ સેરેમની વખતે પોતે અળખામણા હોવા છતાં લાંબું ભાષણ આપ્યુ..લાજ્યા તો નહી પણ ગાજ્યા.