અભિનવ માનવ-મૂડી


હાલે શિક્ષણ ના અધિકાર અંતર્ગત વિશેષ ચર્ચા અને ચિંતન થઇ રહેલ …..બાળકો ને મફત અને ફરજીયાત એજુકેશન છે…તો ૧૪ વર્ષથી ઉપરના માટે દરેક મરજિયાતઅને મફત/આવશાકતા અનુંસાર શિક્ષણ કેમ ન પ્રાપ્ત કરાવી શકાય…. રવિશંકર મહારાજની વાત આઝાદી ના ૬૫ વર્ષ બાદ હવે મહદ અંશે સ્વીકાર થઇ રહી છે કે, ડીગ્રી અને નોકરી – સંબંધ બાબતે વિશેષ મુલ્યાંકનની આવશ્યકતા છે…. ખુબજ બારીકી થી ભવિષ્યનો વિચાર કરીને એકસૂત્રી આયોજન બંને એ જરૂરી છે…નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન આ બાબતે –મહત્વ પૂર્ણ કામ કરી રહેલ છે, જે શિક્ષણ માળખાની સ્વાયતતા માટે એક દાખલારૂપ બાબત છે, ડીગ્રી અને લાયકાતો પરીક્ષાની જેમ કદાચ અનિવાર્ય ગણાય પરંતુ , કોઈ પણ ડીગ્રી કે પ્રમાણપત્ર બાબતે કોઈનો ઈજારો ન હોવો જોઈએ. ઇગ્નૂ અને ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી જેવાં વિશ્વવિદ્યાલયોને ખુબજ શક્તિ-શાળી માળખાકીય સુવીદ્યાઓ આપી–શિક્ષણના અધિકારનું ફલક વિશાળ બનાવી શકાય…..દુનિયા નાનકડું ગામ બની રહ્યું છે ત્યારે હવે પાછળ પગ હટાવી શકાય એમ નથી, સમક્ષ જે છે તેને ભવિષ્યના ચિંતન બાદ અમલી કરાય એ સમયની માગ છે, શિક્ષણના અધિકાર–અમલ માટે જે પ્રયાસો થઇ રહેલ છે, બાબતે વિશેષ એ કઈ શકાય કે, ભૌતિકતા વધી રહી છે, તેવા વખતે શ્રી ગીજુભાઈ બધેકા કહેતા કે, પ્રાથમિક શિક્ષણનું કાર્ય સૌથી વધુ અઘરું અને મહત્વપૂર્ણ છે, માટે સૌથી વધુ પગાર પ્રાથમિક શિક્ષકનો હોવો જોઈએ. …..તો પછી આવા કેળવણીકારો કે જેમના વાક્યો શિક્ષણ માટે શ્રીમદ ભાગવત ગીતા ના શ્લોક સમાન છે, તેમની વાત શું ચિંતન યોગ્ય નથી.?….શિક્ષકનું કાર્ય સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ છે, કદાચ સમાજ ને શિક્ષક વર્ગ ની જરૂર મોટા પાયે છે , માટે ગીજુભાઈ બધેકા નાં ધ્રુવ વાક્યો નો અમલ નથી થઇ શકતો ,  હવે જ્યારે શિક્ષણ ના અધિકાર બાબતે સંવૈધાનિક અમલવારી થવા જઈ રહેલ છે, ત્યારે આશા રાખીએ કે, ૬ થી ૧૪ વર્ષનું કોઈ બાળક પ્રાથમિક શિક્ષણ પૂર્ણ તથા ક્વોલીટી વાળું પ્રાથમિક શિક્ષણ મળી રહે , સાથે ૧૪ વર્ષ થી વધુ વયની કોઈ પણ વ્યક્તિ ક્ષમતા મુજબ મુજબ ઈચ્છિત શિક્ષણ લઇ શકે. જે બાબતે કોઈનો ઈજારો ન હોવો જોઈએ. આ બાબતે નીતિ-નિર્માતાઓ વિશેષ ચિંતન કરે જે રાષ્ટ્ર, સમાજ, માનવતા, અભિનવ માનવ-મૂડી ના ભલા માં હોય તેવું થાય તેવી પુન; એક વખત આશા સહ.

-જય હિંદ

Advertisements

આચાર્ય ભરતી -૨૦૧૨(ઓનલાઈન અરજી)


ઓનલાઈન -ફોર્મ ભરો 

રીસીવિંગ સેન્ટર પર જમા કરાવવાના ડોક્યુમેન્ટસ ક્રમ મુજબ ગોઠવવા 

ક્રમ

પ્રમાણપત્ર વિગત

ફોર્મ નં.:

ભરેલું અરજી ફોર્મ (વેબસાઈટ પ્રિન્ટ વાળું)

 √

એચટાટ નં.:

એચટાટ નું પ્રમાણપત્ર

 √

ઉમેદવારનું નામ :

 –

જાતિ:

 –

જન્મ તારીખ:

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

કેટેગરી:

જાતિ અંગેનું પ્રમાણપત્ર

હેન્ડીકેપ:

અપંગતા પ્રમાણપત્ર

વિધવા ઉમેદવાર:

વિધવા પ્રમાણપત્ર

 –

માંજીસૈનીક:

માંજીસૈનીક પ્રમાણપત્ર

૧૦

Creamy Layer Certificate No.:

પ્રમાણપત્ર

(તા.૧/૪/૧૧થી તા.૩૧/૩/૨૦૧૨નુ)

Creamy Layer Certificate Date:

૧૧

Qualification

 Graduation

૧. માર્કસીટ

૨.ટ્રાયલ સર્ટી

 √

 PTC

૧. માર્કસીટ

૨.ટ્રાયલ સર્ટી

 Post Graduation

૧. માર્કસીટ

૨.ટ્રાયલ સર્ટી

૧૨

NCTE નું પ્રમાણપત્ર

PTC/B.ED.

૧૩

અનુભવ પ્રમાપત્ર

(પરિશિષ્ટ-૧)

૧૪

સોગંદનામું

-સોગંદનામું(પરિશિષ્ટ-૨ મુજબ – રૂપિયા પચાસ ના સ્ટેપ પેપર પર- તા. ૨૨/૩/૨૦૧૨ ની જાહેરાત મુજબ )

૧૫

નિયત ફી

૧૦૦/- અથવા ૨૦૦/-

પાઠ્યપુસ્તકોની રચના


પાઠ્યપુસ્તકોની રચના ધોરણ : ૬થી૮ માટેનાં જૂન-૨૦૧૨થી નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવી રહ્યાના અહેવાલ છે. ત્યારે તેની ભૌતિક અને વિષયવસ્તુ રચનામાં કેટલાક પાયાના ખ્યાલો ધ્યાને રાખવા આવશ્યક છે. (૧)પાઠ્યપુસ્તકઃ માં દરેક વિષય માટે પેજ સૌથી પહેલા નક્કી કરાય. (૨) દરેક પુસ્તકની વિષેશ શિક્ષક આવૃત્તિ બને જેમા, પુસ્તક રચના માટે લિધેલ સમગ્ર સંદર્ભ સાહિત્ય, દિવસો, બેઠકો, તથા અન્ય વિગત પણ સામેલ કરવી જોઇએ. (૩)એન.સી.ઇ.આર.ટી., આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની વેબસાઇટો, વિકીપેડિયા, ગૂગલ, વિ. ના ઉપયોગ દ્વારા રચના કરાય. (૩) પ્રાદેશિક માહિતી માટે એક ટીમ બનાવાય જેમાં ઇગ્નુ,જે.એન.યુ., ડીયુ, વિગેરે માથી ઇતિહાસ, રાજનીતિ શાસ્ત્ર વિ. વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ને સામેલ કરાય કે જે હાલે શિક્ષક તરીકે ગુજરાતમાં કાર્યરત હોય …આ ટીમ લઘુ શોધનું કામ સોપાય જે ગાઇડલાઇન મુજબ કામ કરી પ્રમાણ એકઠાં કરી પોતાનું શોધપત્ર જી.સી.ઇ.આર.ટી.માં રજુ કરે જેના પરથી પુસ્તકમાં તે મુદ્દા સમાવાય… (૪) સ્વાધ્યાય પોથીઃ એકસૂત્રતાપુર્ણ બને…..જેમા, ૫૦%+૫૦% ટૂકા પ્રશ્નો-વિકલ્પ વાળ+વર્ણન વાળા-એક-બે વાક્ય-વ્યાખ્યા-જોડકાં-અન્ય…. (૫)દરેક સ્વાધ્યાય પોથીમાં લાસ્ટમાં ”મૂલ્યાકન” શીર્ષક હેઠળ ગ્રેડઃ………… તથા……. શિક્ષકશ્રીની સહિ અને તારીખઃ- ………..એમ લખવું જોઇએ….શિક્ષક્ની સહી આવું તોછડું લખવું જોઇએ…