ભારત રત્ન લતા મંગેશકર


(જન્મ સપ્ટેમ્બર ૨૮૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમતો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિ હિન્દીપાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીત માં સૌથી મોટું ગણાય છે.

લતાજી એ ગુજરાતીગીતો પણ ગાયા છે. જેમાં

 • માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે…..
 • દીકરી તો પારકી થાપણ કહેવાય ….
 • વૈષ્ણવ જનતો ….
 • હે કાનુડા તોરી ગોવાલણ …
 • જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા નો સમાવેશ થાય છે. {http://gu.wikipedia.org}
Advertisements

શહીદ ભગતસિંહ


ભારતનાં સ્વતંત્રતા આંદોલનનાં ઈતિહાસમાં ક્રાન્તિવીર શહીદ ભગતસિંહનું અગ્રિમ સ્થાન છે. રાષ્ટ્રભાવનાથી પ્રેરિત કુંટુંબમાં તેમનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર, ઈ.સ.૧૯૦૭ નાં દિવસે લ્યાલપૂર, પંજાબ માં થયો હતો.

માત્ર ૨૪- ૨૫ વર્ષની વયે જ હસતા મોંએ ફાંસીના માચડે ચડી ગયેલા ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે એસેમ્બલીમાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારને હતું કે કંઈક નવાજૂની થશે એટલે એક દિવસ પહેલા ૨૩મી માર્ચે સૂરજ આથમી ગયા પછી ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. આ આખીય વાત નિયમો વિરુદ્ધની હતી. અમને ફાંસી નહિ ગોળીએ ઠાર કરો એવું કહી ચૂકેલા ક્રાન્તિવીરોને ફાંસી પછી, ચૂપચાપ ઉતાવળે સતલજ નદીના કિનારે. હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

આ શહીદોની અનેક રોમાંચક કથાઓ છે. ફાંસી દેવાયા પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ એક કાવ્ય લખ્યું હતું ઃ ‘વીરા મારા ! પંચ રે સિંધુને સમશાન, રોપાણા ત્રણ રૃખડાં હો… જી… વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર ઃ ઇંધણ તો ય ઓછા પડયાં હો જી…!

આજે રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્રભક્તિની વાતો તો ખૂબ થાય છે પરંતુ જેમની શહીદીના કારણે આજે અનેક રાજકારણીઓને સત્તાનો રાજમાર્ગ સાપડી ગયો છે તેવા એકેય જણ શહીદોને અંજલિ આપતા કાર્યક્રમમાં ડોકાતા સુધ્ધા નથી. બીજી તરફ યુવા પેઢી સામે ભગતસિંહ જ નહી અનેક નામી- અનામી શહીદોની વિગતો પણ રજૂ નથી થતી એટલે સ્થિતિ એવી થઈ છે કે, એ ઘટનાક્રમો, આઝાદીની તમન્ના અને તેના માટેની જાનફેસાની ઈતિહાસના ગ્રંથોના જર્જરિત પાનાંઓમાં સમેટાઈ રહે છે

સ્નેહમિલન


શિક્ષક દિન અન્તર્ગત આજ રોજ ગાંધીધામ તાલુકાનું શિક્ષક સમાજનું સ્નેહમિલન તથા સન્માન સમારંભ આદિપુર ખાતે યોજયેલ જેમા પ્રાથમિક  શિક્ષણાધિકારી કચ્છ – શ્રી એ.કે.છાયા સાહેબ, કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ શ્રી રશ્મિકાન્ત પંડયા, વડીલ શ્રી દાનુભા જાદેજા તથા અન્યો ઉપસ્થિત રહેલ….સાસ્ક્રૂતિક કાર્યક્રમ પણ યોજયેલ…

શિક્ષણનીતિ


ભારતીયો માટે એ ચિંતન કરવાનો સમય આવી ગયો છે, જેથી કરીને ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે …મધ્ય યુગીન અંગ્રેજી શિક્ષણનીતિને તિલાંજલી આપી , ભારતીય મૂલ્યો આધારિત શિક્ષણ વ્ઞવસ્થા ઉભી કરવી હવે જરુરી બની ગયું છે, પ્રથમ પગથિયા તરીકે તમામ શાળાઓનો સમય સવારનો ૭:૩૦ થી ૧:૦૦ વાગ્યાનો ફરજીયાત રાખી દેવો જોઇએ જેથી શિક્ષકના સવારના તાજા મગજ ,નવુ ગ્યાન પીરસવા માટે અગ્રેસર કરી શકાય , શરુઆતમા કઠિન લાગે તો પણ શિક્ષણના હિતમાં આ નિર્ણય અમલી બન્ને તે માટે સંકલ્પ કરવો રહ્યો….આ બાબતે ભારતીય સંસદ કઇક વિચારે એ સમયની માગ છે…

રામાયણ


રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણ નો કાળ આશરે ૫૦૪૧ ઇ.સ.પૂર્વે ગણાય છે. રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી. વાલ્મિકી રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.

 1. બાલકાંડ
 2. અયોધ્યાકાંડ
 3. અરણ્યકાંડ
 4. કિષ્કિંધાકાંડ
 5. સુંદરકાંડ
 6. યુદ્ધકાંડ – લંકાકાંડ
 7. લવકુશકાંડ – ઉતરકાંડ

હિંદુ ધર્મનાં બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે આજના ભારત દેશ પુરતો મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા,મલેશિયાથાઇલેન્ડકંબોડીયાફિલિપાઇન્સવિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. રામાયણ પરથી ૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી સિરિયલ પણ બનેલી જે ખુબ જ પ્રચલિત બની છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજ જીવન અને કુટુંબસંસ્થા પર રામાયણ નો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામસીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઇને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. [thanks: http://gu.wikipedia.org ]