હિંદુ ધર્મ


હિંદુ ધર્મ

હિંદુ ધર્મ ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખાવામાં આવે છે.

હિંદુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતો સહુથી પ્રાચીન ધર્મ છે અને તેના મુળ વૈદિક સંસ્ક્રુતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સ્થાપવા વાળું કોઈ એક વ્યક્તિ નથી. 92 કરોડ઼ અનુયાયી સાથે હિંદુ ધર્મ, ખ્રિસ્તી અને ઈસ્લામ પછી દુનિયાને 3જો સહુથી મોટો ધર્મ છે. એના મોટાભાગનાં અનુયાયી ભારત તેમજ નેપાળમાં વસે છે અને તે સિવાય બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકીસ્તાન, મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રીકાનો, ફીજિ, ગુયાના, ટ્રીનિદાદ અને ટોબેગો તથા સુરીનામમાં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.

હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, તત્ત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજનાં જીવનને ધર્મ સંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પુરૂં પાડે છે. પરંપરાગત દ્રષ્ટીએ આ ગ્રંથોમાંથી વેદ તેમજ ઉપનીશદ્ ને સહુથી વધુ મહત્ત્વપર્ણ, પ્રાચીન તેમજ આધીકારીક માનવામાં આવે છે. અતિરીક્ત મહત્ત્વનાં ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. ભગવત્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને ઘણીવાર બધાં વેદોનો સાર માનવામાં આવે છે.વ્યુત્પત્તિ

હિંદુ શબ્દ સિંધૂ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે પારસી, મુસ્લીમ, એરેબીક વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો.

ઈતિહાસ

હિંદુ ધર્મનાં સહુથી પહેલાં અવશેષો નૂતન પાષાણ યુગ તથા પૂર્વકાલીન હડપ્પા યુગમાંથી (ઈ.પુ. 5500-2600) મળી આવે છે. શિષ્ટ યુગ પુર્વેના રીવાજો અને માન્યતાઓ ને ઐતિહાસીક વૈદિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે આધુનિક હિંદુ ધર્મનો વિકાસ વેદોમાંથી થયો, કે જેમાના સહુથી જુના વેદ – ૠગ્વેદ ની રચના ઈ. પુ. 1700 – 1100 વચ્ચે થઈ હોવાનું મનાય છે. ત્યાર બાદ ઈ.પુ. 500-100 માં રામાયણ અને મહાભારત મહાકવ્યોના આરંભીક વ્રુતાન્તની રચના થઈ જેમાં પ્રાચીન ભારતના રાજાઓ અને લડાઈઓની પૌરણીક કથાઓ સાથે ધાર્મિક તથા તત્વજ્ઞાનિક ઉપદેશો વણી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદનાં પુરાણોમાં દેવી દેવતાઓની કથાઓ તેમજ તેમની મનુષ્યો સાથેની આંતરક્રીયા અને દૈત્યો સાથેના યુધ્ધો આલેખાયા છે.

ભારતનાં બોહળા સમુહ વિસ્તારમાં હિંદુ ધર્મની પદસ્થાપને ઘનિષ્ટ કરવામાં ઉપનીશાદીક, બુદ્ધ અને જૈન ચળવળોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપનિશદ્, મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધએ સંદેશો આપ્યો કે મોક્ષ અને નિર્વાણ માટે વ્યક્તિએ વેદ કે વર્ણ વ્યવસ્થાનું આધીપત્ય સ્વીકારવું જરુરી નથી. બૌદ્ધ ધર્મએ હિંદુ ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. ઈ.પુ. 3જી સદીમાં સમ્રાટ અશોકનાં મૌર્ય સામ્રાજ્ય હેઠળ, કે જે મોટા ભાગનાં ભારતીય ઉપ-મહાદ્વીપ ઉપર પ્રસ્થાપિત થઈ ચુક્યું હતું, ત્યારે બૌદ્ધ ધર્મ તેની ચરમસિમા પર હતો. ઈ.પુ. 200 સુધી ભારતીય તત્વજ્ઞાન દર્શનની ધણીબધી શાખાઓ પ્રસ્થાપીત થઈ ચુકી હતી જેમાં સાંખ્ય, યોગ, ન્યાય, વિશેશીકા, પુર્વમિમાંસા તથા વેદાંતનો સમાવેશ થાય છે. ઈ.પુ. 400થી 100ની વચ્ચે બૌદ્ધ ધર્મનાં ઓટનાં દિવસો આવી, હિંદુ ધર્મ પાછો પ્રચલીત થયો.

આરબ વ્યાપારીઓના સિંધ વિજય બાદ 7મી સદીમાં ઈસ્લામ ધર્મ ભારતમાં પ્રવેશ્યો હોવા છતાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં તેના અનુયાયીઓની સંખ્યા પછીથી થયેલાં મુસ્લીમ આક્રમણો તથા મુસલમાન શહેનશાહોના રાજ દરમ્યાન વધી અને ઈસ્લામે ભારતમાં એક મુખ્ય ધર્મનું સ્વરૂપ લીધું. આ સમય દરમ્યાન ઘણા મુસ્લીમ રાજાઓએ જેમકે ઔરંગઝેબએ, હિંદુઓનાં મંદીરો નષ્ટ કર્યા તથા ગેર-ઈસ્લામિ પ્રજાનું દમન કર્યુ. જોકે અકબર જેવા ખુબ જુજ ઈસ્લામિક રાજાઓ હતા કે જે ગૈર-ઈસ્લામિક ધર્મો પ્રત્યે સહનશીલ હોય. આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં બૌદ્ધ અને હિંદુ ધર્મનાં અનુયાયીઓએ ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો. રામાનુજ, માધવાચાર્ય તથા ચૈતન્ય મહાપ્રભુ જેવા આચાર્યોની મહેનતથી હિંદુ ધર્મમાં ધરખમ ફેરફારો થયાં અને ભક્તી યોગનાં અનુયાયીઓ, અમુક સદીઓ પહેલાં આદી શંક્રાચાર્યએ વર્ણવેલા ‘બ્રમ્હ’ની તાત્તિ્વક વિભાવનાંથી વિખુટા પડીને રામ અને ક્રુષ્ણ જેવા તાદ્રશ્ય અવતારોની ભાવાત્કમ તથા લાગણીમય ભક્તિમાં રત થયા.

19મી સદીમાં મેક્ષ મુલૅર તથા જોન વુડરોફ જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીયશાસ્ત્રને યુરોપીય દ્રષ્ટીકોણથી અભ્યાસની ઔપચારિક શાખા તરીકે સ્થાપિત કરી. તેઓ વૈદીક, પુરાણીક તેમજ તાન્ત્રીક સાહીત્ય અને તત્ત્વજ્ઞાનને યુરોપ તથા સંયુક્ત રાજ્ય અમેરિકા સુધી લઈ ગયા. તે સમયગાળા દરમ્યાન બ્રમ્હો સમાજ અને થિયોસોફીકલ સોસાયટી જેવી સંસ્થાઓએ એબ્રાહમીક તથા ધાર્મીક તત્વજ્ઞાનને સાથે લાવી સુસંગત અને સંગલિત કરવાના પ્રયત્નો કરી સામાજીક સુધાર લાવવાના પ્રયત્નો કર્યા હતા. આ સમયે આંતરીક પરંપરાઓથી ઉદ્ભવલી નવોઉત્પાદક ચળવળો પણ જોઈ કે જે વિશિષ્ટ વ્યક્તિઓ, જેમકે શ્રી રામક્રુષ્ણ અને રામાના મહર્ષિએ આપેલા બોધ કે શીખ ઉપર આધારીત હતી. આગળ પડતા હિંદુ તત્ત્વજ્ઞાનીઓ, જેમકે સ્વામી પ્રભુપાદ અને શ્રી ઓરબીંદોએ હિંદુ ધર્મના આધારભુત સિધ્ધાંતોની પુર્નરચના કરી તેને નવું રૂપ આપી નવા શ્રોતાઓ સમક્ષ રજુ કરી ભારત તેમજ વિદેશમાં ધ્યાન આર્કષીત કરી નવા અનુયાયીઓ બનાવ્યા. બીજા યોગીઓ જેમકે સ્વામી વિવેકાનંદ, પરંહંસ યોગાનંદ, બી.કે.એસ ઐયંગર અને સ્વામી રામએ પણ પશ્ચીમી દેશોમાં યોગ અને વેદાંતનું સ્થાન ઉચ્ચ સ્તરે પહોંચાડવામાં ખાસ યોગદાન આપ્યું છે.તે સત્ય છે. તેમજ હિન્દુ ધર્મમાં અન્નદાનનું એટલેકે ટુકડાનું ખુબજ મહત્વ છે. ભારતમાં ઘણાં સંતૉએ આવી જગ્યા બાંધીને ભુખ્યાને જમાડતા, તેવી જ એક જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર ગુજરાત રાજયનાં જામનગર જીલ્લાના કાલાવડ શહેરની બાજુમાં આવેલી છે .  [ Cour. વિકિપીડિયા]

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: